Rajkot News : રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા પંથકથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં પિતા-ુપત્રીના સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. જ્યાં એક દિવ્યાંગ પિતા તેની 15 વર્ષની દીકરી પર છેલ્લા ચાર વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
15 વર્ષની ઉંમરથી શોષણ શરૂ કર્યું, ચાર વર્ષ ચાલ્યું કૃત્ય
આ ઘટના ત્યારે વધારે ચોંકાવનારી બની જ્યારે માહિતી સામે આવી કે સગીરા જ્યારે 15 વર્ષની હતી ત્યારથી જ તેનો પિતા તેનું શોષણ કરવા લાગ્યો હતો. લગભગ ચાર વર્ષ સુધી આવી જ રીતે તે પોતાની નિર્દોષ બાળકીને શિકાર બનાવતો રહ્યો. જોકે બદનામીના ડરે દીકરીએ કોઈને આ મામલે જાણ કરવાનું પણ ટાળ્યું હતું. પીડિત સગીરાની માતાને કેન્સર હોવાથી નરાધમ પિતાની દીકરી પર દાનત બગડી હતી.
અત્યાચારની હદ વટી તો પોલીસમાં પહોંચી
આ મામલે જ્યારે પીડિતાને સહન ના થયું તો તે આખરે કંટાળીને ઉપલેટા પોલીસ સ્ટેશને પહોંચી ગઇ અને પોતાના પિતાના કૃત્યોની પોલ ખોલી નાખી. સગીરાની ફરિયાદ પર કાર્યવાહી હાથ ધરતાં પોલીસે તાત્કાલિક પિતાની ધરપકડ કરી હતી અને તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો.


