Get The App

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો 1 - image

- પલાણા બામરોલી નહેર ઉપરથી

- પોલીસે બિયરનો જથ્થો, પિકઅપ સહિતનો રૂ. 9.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

નડિયાદ : વસો પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પલાણાથી બામરોલી નહેરના રોડ પરથી એક બોલેરો પિકઅપ ડાલામાંથી બટાકાના કોથલા નીચેથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ ૨૪૯૬ (કિંમત રૂ.૫,૪૯,૧૨૦)ના જથ્થા સાથે ગાડીના ચાલકને ઝડપી પાડયો હતો.

વસો પોલીસને શુક્રવારની સાંજે બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગના એક બોલેરો પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને છઠ્ઠા માઈલથી પલાણા તરફ આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ છઠ્ઠા માઈલ તરફથી આવતા પિકપગાડીના ચાલકે પોલીસને જોઈ પલાણાથી બામરોલી મોટી નહેરના રોડ પર વાહન હંકારી મૂકી હતી. પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પિકઅપ ગાડીને ઉભી રખાવી ગાડીની તલાસી લેતા બટાકાના કોથળા ભરેલા જોવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા બટાકાના કોથળાની નીચેથી બિયરના ટીન ભરેલા ૧૦૪ બોક્સ મળી કુલ બિયર ટીન નંગ ૨,૪૯૬ (કિંમત રૂ.૫,૪૯,૧૨૦)નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ, બોલેરો પિકઅપ ડાલું (કિંમત રૂ.૪,૦૦,૦૦૦) તેમજ મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) સહિતનો કુલ રૂ.૯,૫૪,૧૨૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે ડાલાના ચાલકની પૂછપરછ કરતા દિનેશલાલ કૈલાશજી કછાવા (રહે. ઇન્દ્રા કોલોની, થાણા ઉંહેલ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.  વસો પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને કોને પહોંચાડવાનો હતો તેની જાણકારી મેળવવા પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ હાથ ધરી છે. આ બનાવ અંગે વસો પોલીસે પ્રોહી.મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.