Get The App

જામનગર શહેર, ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂ અંગે 3 સ્થળે દરોડા : ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર શહેર, ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂ અંગે 3 સ્થળે દરોડા : ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો 1 - image

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને પોલીસેનપકડી પાડયા છે, અને તેઓ પાસેથી કુલ રૂ.7,450 નો મુદ્દામાલ કબજે કરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેર તથા જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખનાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

સીટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.08/05/2026 ના રોજ દિ પ્લોટ શેરી નં 58 માં શાંતિનિકેતન એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાંથી હીરેન કિશોરભારતી ગોસ્વામી (ઉ.વ.31, રહે. દિ પ્લોટ 58, શાંતિનિકેતન એપાર્ટમેન્ટ, જામનગર)ને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કંપની સીલબંધ ચપટા નંગ-18 કિ.રૂ.1,800 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર એસ.ટી. સ્ટોપ પાસે ખીજડિયા નજીક અલ્પેશભાઈ જમનભાઈ પોપલિયા (ઉ.વ.43, રહે. ગોકુલનગર, જામનગર)ને ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ચપટા નંગ-4 કિ.રૂ.400 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

તેમજ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસાપર ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી વિપુલભાઈ મનસુખભાઈ દોંગા (ઉવ.36, રહે. ગોવિંદપરા, કાલાવડ)ને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના કુલ નંગ-35 ચપટા કિ.રૂ.5,250 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં “બેગપાઇપર ડિલક્સ વ્હિસ્કી” તથા “લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકા”ના સીલબંધ ચપટાઓનો સમાવેશ થાય છે. ત્રણેય બનાવોમાં પોલીસે કુલ રૂ. 7,450 નો મુદ્દામાલ કબજે કરી સંબંધિત પોલીસ સ્ટેશનો ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.