જન્મ-મરણના
દાખલા સમયસર નહીં મળતા અરજદારો પરેશાન
અરજદારોની
ઓનલાઈન ફરિયાદમાં ખોટા જવાબ આપી અરજીનો નિકાલ કરાતા નારાજગી ઃ ઝડપી કામગીરી કરવા
માંગણી
ભાવનગર -
ભાવનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે
અરજદારોને મૂશ્કેલી પડી રહી છે અને અરજદારોને ધક્કા થઈ રહ્યા છે તેથી અરજદારો
પરેશાન થઈ ગયા છે. આ બાબતે અરજદારોએ લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેમાં જવાબ ખોટા
આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકામાં
જન્મ-મરણના દાખલા કઢાવવા માટે રોજ અરજદારોની કતાર હોય છે અને સમયસર જન્મ-મરણના
દાખલા મળતા નથી તેથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના ચિત્રાના
ગણેશનગરમાં રહેતા દેવેન્દ્રસિંહ ચુડાસમા નામના અરજદારે તાજેતરમાં જન્મ-મરણના દાખલા
સમયસર નહીં મળતા મહાપાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે મહાપાલિકાના
વિભાગે એવો જવાબ આપ્યો હતો કે,
અરજદારને રૃબરૃ બોલાવી તેમની જરૃરીયાત મુજબની અરજીનો નિકાલ કરવામાં
આવેલ છે. આ વાત ખોટી હોવાનુ જણાવ્યુ હતું. અરજદારોને મહાપાલિકાની કચેરીએથી ફોન
આવ્યો હતો કે, તમે જન્મ તારીખના ચાર દાખલા માંગ્યા છે
તેમાંથી બે દાખલા તૈયાર છે તેથી લઈ જાવ. બે દાખલામાં ત્રણ-ચાર દિવસનો સમય લાગશે.
ચારેય દાખલા તૈયાર થાય પછી કહેજો હું લઈ જઈશ તેવુ અરજદારે જણાવ્યુ હતું.
અરજદારની
ઓનલાઈન ફરિયાદમાં ખોટો જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવેલ છે ત્યારે ફરિયાદ ફરી
રી ઓપન કરવી તેમજ જવાબદાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા અરજદારે માંગણી કરી
છે.


