વડોદરા,વેસ્ટર્ન રેલવેની પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ લઇ જવા પર ઝેરોક્સની દુકાન ખોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સ્ટાફ સિલેક્શન કમિશન વેસ્ટર્ન રેલવે મુંબઇ દ્વારા આગામી ૪ થી ૧૯ તારીખ સુધી વડોદારમાં બે સેન્ટર પર પરીક્ષા લેવામાં આવનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા સેન્ટરની નજીક સવારના ૭ થી રાત્રિના ૮ વાગ્યા સુધી મોબાઇલ ફોન, કોર્ડલેસ, હેન્ડસેટ, વોકીટોકી, સ્માર્ટ વોચ, કેમેરા,બ્લૂ ટૂથ અને લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની નજીક ૧૦૦ મીટરના અંતરમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઇ શકશે નહીં. તેમજ ઝેરોક્સ, ફોટો કોપી અને પ્રિન્ટિંગની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. પરીક્ષા સ્થળની નજીક લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ખોદકામ કરી શકાય નહીં.


