જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રતિદિન અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે .તેમજ દાખલ દર્દીઓ ના સ્વજનો-પરિચિતોના આવાગમનને પગલે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પડકારજનક બની ગઈ છે.
યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો 'નો પાર્કિંગ' તરીકે સૂચવેલા વિસ્તારમાં પણ વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. ઉપરાંત દિવ્યાંગો માટે ફાળવાયેલા પાર્કિંગમાં પણ દિવ્યાંગ ન હોય એ લોકો જગ્યા જોઈને વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. જેને પગલે ઘણી વખત દિવ્યાંગોએ પાર્કિંગ મુદ્દે હાલાકી ભોગવવી પડે છે. જી.જી. હોસ્પિટલમાં શ્વાન સહિતના રખડતા પશુઓના અહેવાલ અવારનવાર પ્રગટ થતા હોય છે, ત્યારે પાર્કિંગની સમસ્યા પણ લોકોને પજવી રહી છે. ઘણી વખત સુરક્ષાકર્મીઓ અને દર્દીઓના સ્વજનો વચ્ચેની રકજક પણ ચર્ચાનો વિષય બને છે.અહીં એક પાર્કિંગ માટે ના વ્યવસ્થાપક રાખવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે.


