Get The App

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે

ગેસ એજન્સીઓના સંચાલકોનો તંત્ર પર આક્ષેપ

ખાનગી ગેસ કંપનીઓએ કોમર્શીયલ ગેસ સિલિન્ડરનો સત્તાવાર ભાવ ૨૭૦૦ રૂપિયા સુધી કરી દીધો

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે 1 - image

અમદાવાદ, રવિવાર

હાલ સમગ્ર્ દેશમાં ગેસના સિલિન્ડરનો સળગતો પ્રશ્ન ચાલી રહ્યો છે. ત્યારે સરકારી ગેસ એજન્સીઓના સંચાલકોએ સરકારી તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે હાલ જે ગેસનો પુરવઠો આવી રહ્યો છે. તેમાં કોમર્શીયલ અને ડોમેસ્ટીક ઉપયોગ માટે ગેસ સપ્લાય કરવામાં આવે છે. સરકારી કંપનીઓના કોમર્શીયલ ગેસ સિલિન્ડરના અનેક ગ્રાહકોને સિલિન્ડર મળતા નથી. જ્યારે સરકારી તંત્ર આ મુશ્કેલીનું નિવારણ લાવવાને બદલે બહાર આવતા પુરવઠા પૈકી ગેસનો વધારે જથ્થો સરકારી કંપનીઓને આપવાને બદલે ખાનગી ગેસ કંપનીઓને આપે છે.

 કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે 2 - imageમીડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે ગેસની અછતના કારણે હાલ મોટા રેસ્ટોરન્ટ અને ફુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કેટલાંક લોકોને સરકારી કંપનીઓના કોમર્શીયલ ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગેસ એજન્સીઓના સંચાલકોએ આ મામલે જણાવ્યુ કે હાલ નિયમિત ગેસ પુરવઠા કરતા ગેસનો જથ્થો ઓછો આવતો હોવાથી તેને યોગ્ય રીતે વિતરણ કરવો જરૂરી છે. પરંતુ, સરકાર  ગેસ પુરવઠાને સરકારી કંપનીઓને આપવાને બદલે ખાનગી કંપનીઓને વધારે  પ્રમાણમાં આપે છે. જેના કારણે સરકારી કંપનીઓ પાસે ગેસના સિલિન્ડરની અછત થઇ રહી છે અને ગ્રાહકો સુધી પુરતા પ્રમાણમાં પહોંચાડી શકાતા નથી. તેની સામે ખાનગી કંપનીઓ દ્વારા ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરના સત્તાવાર ભાવ ૧૮૦૦ સુધી કરી કરી દેવાયા છે અને કોમર્શીયલ ગેસ સિલિન્ડરના ભાવ ૨૭૦૦થી વધારે લેવાય છે. જ્યારે સરકારી ગેસ કંપનીઓના કોમશીયલ સિલિન્ડરનો ભાવ ૧૮૦૦ છે અને ડોમેસ્ટીક સિલિન્ડરનો ભાવ ૯૦૦ થી ૧૦૦૦ વચ્ચે છે. 

ગુજરાતમાં આવેલી ખાનગી ગેસ કંપનીઓના યુનિટ પર હાલ પુરતા પ્રમાણમાં ગેસના ટેન્કર છે. તેની સામે સરકારી કંપનીઓના યુનિટ પર તેના કરતા અડધા ગેસ ટેન્કર પણ નથી.  સુત્રોના જણાવ્યા મુજબ ખાનગી ગેસ કંપનીઓમાં સરકારના નેતાઓની ભાગીદારી થી માંડીને અંગત લાભ હોવાથી આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલ ગેસ સપ્લાયમાં આ સ્થિરતા જોવા મળી રહી છે.