Jamnagar Corporation : તાજેતરમાં જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં એક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રકારના 2 વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક મોબાઇલ વાહન હાલ જામનગરમાં આવી ગયું છે. જેના દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં વિવિધ સ્થળો પર હવાની ગુણવતાની માપણી કરવામાં આવશે. જેનો રીપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર કરવામાં આવશે.


