Gujarat

એસ જી હાઇવેની બે વિવાદાસ્પદ હોટલમાં સીઆઇડી ક્રાઇમે ખાનગીમાં તપાસ શરૂ કરી!

By GS TEAM
8 Nov 20251 min read
એસ જી હાઇવેની બે વિવાદાસ્પદ હોટલમાં સીઆઇડી ક્રાઇમે  ખાનગીમાં તપાસ શરૂ કરી!

અમદાવાદ, શનિવાર

અમદાવાદમાં સ્પા અને હોટલોમાં દેહવિક્રયનો કારોબાર ચોક્કસ એજન્સી અને વહીવટદારોના કારણે બેરોકટોક રીતે ચાલે છે. ત્યારે ગાંધીનગર સ્થિત એજન્સી દ્વારા આ મામલે  ચોક્કસ બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં એસ જી હાઇવે પર આવેલી હોટલ કિંગ પેલેસ, આઇ લેન્ડ પાર્ક તેમજ અન્ય બે હોટલોમાં વિદેશી યુવતીઓને ચોક્કસ એજન્ટોની મદદથી દેહવિક્રયના કારોબાર માટે લાવવામાં આવતી હોવાની અને આ ખાસ આ  સર્વિસ તેના ચોક્કસ ગ્રાહકો કે રેફરન્સનથી આવતા લોકોને આપવામં આવતી હોવાની બાતમી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને મળી હતી. જેના આધારે છેલ્લાં ઘણા સમયથી  ખાનગીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  અમદાવાદની ચોક્કસ એજન્સી માટે  સ્પા અને હોટલોમાં વહીવટ સંભાળતા વિવેક નામના વ્યક્તિએ ચોક્કસ એજન્ટો સાથે મળીને  સમગ્ર કૌભાંડ શરૂ કર્યું છે.

જેમાં અનેક યુવતીઓ વિઝા એક્સપાયર થયા બાદ પણ ગેરકાયદે રહીને દેહવિક્રયના કારોબારમાં સક્રિય રહી છે. આ માટે તેમને તગડી રકમની સાથે કમિશન પણ આવે છે. જે અનુસંધાનમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. અહીયા આવતી વિદેશી યુવતીઓને વર્ક પરમીટ નથી અને નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. જે અંગે પણ મોટુ કૌભાંડ સામે આવી શકે તેમ છે.