Get The App

જામનગરમાં રહેણાંક મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પોલીસ પકડી પાડ્યો

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં રહેણાંક મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પોલીસ પકડી પાડ્યો 1 - image

Jamnagar Liquor Raid : જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડીએ દરોડો પાડી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો કબજે કરી લઈ એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે આ દારૂના પ્રકરણમાં સંડોવાયેલા જામનગરના અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરાયા છે.

સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા કપિલ ધર્મેન્દ્રભાઈ મંગીના રહેણાક મકાનમાં ઈંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો આયાત કરીને સંતાડવામાં આવ્યો છે, જે બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. અને તેઓની ટીમે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 4,28,600 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ મકાન માલિક કપિલ ધર્મેન્દ્રભાઈ મંગીની અટકાયત કરી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ આયાત કરવામાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા કૌશિક ઈશ્વરભાઈ કનખરા, તેમજ સંદીપ રાજેશભાઈ સોમૈયાની પણ સંડોવણી હોવાથી તે બંનેને ફરાર જાહેર કરી પોલીસે તેઓને શોધખોળ હાથ ધરી.