Gujarat

સયાજી હોસ્પિટલમાંથી ઝડપાયેલા ચોરને પોલીસે છોડી દીધો

By GS TEAM
7 Nov 20251 min read
સયાજી  હોસ્પિટલમાંથી ઝડપાયેલા ચોરને પોલીસે છોડી દીધો

 વડોદરા, સયાજી હોસ્પિટલમાં  આજે વહેલી સવારે એક ચોર હોસ્પિટલના નવા સર્જિકલ બિલ્ડિંગના ઓર્થોપેડિક વિભાગમાંથી ચોરી કરતા ઝડપાઇ ગયો હતો. જોકે, રાવપુરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરવાની જગ્યાએ છોડી દીધો હતો. 

     આજે વહેલી સવારે અંદાજે સાડા છ વાગ્યાની આસપાસ એક શખ્સ ચોરી કરવાના ઇરાદે હોસ્પિટલના નવા સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલ ઓર્થોપેડિક વિભાગમાં આવી પહોંચ્યો હતો. ડોક્ટરની રૃમ પાસે મૂકેલા  કોમ્પ્યુટર સિસ્ટમ તથા  સિક્યુરિટી ના મોબાઈલ ફોનની ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરજ પરના સિક્યુરિટી જવાને તેને ઝડપી પાડયો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીને  રાવપુરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ અંગે રાવપુરા પોલીસને પૂછતા તેમણે આવો કોઇ આરોપી પકડાયો નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ.એ ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.