જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ રહયો છે, અને જામનગર શહેરમાંથી તેમજ કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 23માં રહેતા વેપારી અનિલ જગુભાઈ હરવરાએ જકાતનાકા રોડ પર પોતાના કારખાના પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તત્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. સીસીટીવી કેમેરા ની મદદથી પોલીસ તસ્કરોને શોધી રહી છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દેવેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતે પોતાના ઘરની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.








