Get The App

જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગર શહેરમાં અડધા બનેલા મકાનોને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો દ્વારા ઇલેક્ટ્રિક વાયરનાં 26 બંડલોને ચોરી જવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ અંગે જામ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

 પ્રથમ બનાવ મુજબ, તા.02/03/2026 થી તા.03/03/2026 દરમિયાન જયંત સોસાયટી, જુની પોલીસ લાઇન પાસે આવેલ નવા બાંધકામના બંગલામાં અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી ઉપરના માળે રૂમનો દરવાજાનો નકુચો તોડી અંદરથી વિવિધ ઇલેક્ટ્રિક કેબલના 11 બંડલ, કુલ કિંમત રૂ.34,100 ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે હાજાભાઈ મુળુભાઈ કરમુર (ઉ.વ. 30, રહે. જામનગર) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 બીજા બનાવમાં, તા.15/04/2026 થી તા.16/04/2026 દરમિયાન પેલેસ રોડ નજીક શરૂ સેકશન રોડ વિસ્તારમાં આવેલા બાંધકામ સ્થળેથી અજાણ્યા તસ્કરો દ્વારા ઇલેક્ટ્રિક વાયર ચોરી કરવામાં આવ્યા હોવાની ફરિયાદ અંકિતભાઈ ધીરુભાઈ વાડોલીયા (ઉ.વ. 32, રહે. જામનગર) દ્વારા નોંધાવવામાં આવી છે.

 બંને બનાવોમાં જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 331(3), 331(4), 305(એ) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે અજાણ્યા આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.