Get The App

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ 1 - image

પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

'તું મારી પાસે કયા પૈસા માંગે છે ?' કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી

આણંદ: આણંદના ખંભાતમાં એક ભાઈએ જ પોતાના સગા ભાઈને ફોન પર અપશબ્દો બોલી ૬ લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ખંભાત સીટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાતની સાલ્વા રસુલાબાદ સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા જુનેદખાન જોરાવરખાન પઠાણે પોતાના જ નાના ભાઈ જમશેદખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૦૫-૧૨-૨૦૨૫ના રોજ સાંજે જ્યારે જુનેદખાન પોતાની ગાડીમાં ખંભાત બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના ભાઈ જમશેદખાનનો ફોન આવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપી જમશેદખાને ફોન પર પોતાના ભાઈ પાસે ૬,૦૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે જુનેદખાને પૈસા આપવાનો ઇનકાર કર્યોે અને પૂછયું કે 'તું મારી પાસે કયા પૈસા માંગે છે?', ત્યારે આરોપી એકદમ ઉશ્કેેરાઈ ગયો હતો. તેણે ફોન પર જ અપશબ્દો બોલ્યા હતા અને ધમકી આપી હતી કે, જો તેને ૬ લાખ રૂપિયા નહીં મળે તો તે જુનેદખાનને જાનથી મારી નાખશે. આ ઘટના અંગે જુનેદખાને ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જમશેદભાઈ જોરાવરખાન પઠાણ (રહે. સાલ્વા રસુલલાબાદ સોસાયટી, ખંભાત, આણંદ) વિરુદ્ધ બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.