Gujarat

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં થયું મોત

By GS TEAM
2 Feb 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસની PSI અને લોક રક્ષક દળ(LRD)ની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી શરૂ છે. ગ્રાઉન્ડમાં દોડ દરમિયાન યુવકના હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના બની છે. જોકે, તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં થયું મોત

Kodinar Youth Dies In Gondal : ગુજરાત પોલીસની PSI અને લોક રક્ષક દળ(LRD)ની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી શરૂ છે. ગ્રાઉન્ડમાં દોડ દરમિયાન યુવકના હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના બની છે. જોકે, તાત્કાલિક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. 

ગીર સોમનાથના કોડીનારના વડનગર ગામનો 27 વર્ષીય નીતિન ચૌહાણ નામનો યુવક આજે સોમવારે(2 ફેબ્રુઆરી) પોલીસ રનિંગ ગ્રાઉન્ડ માટે ગોંડલ શારીરિક કસોટી આપવા આપ્યો હતો. જેમાં યુવકે 5 કિલોમીટરની દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી. શારીરિક કસોટીમાં પાસ થયા બાદ નીતિન તેના મિત્રના રૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેને છાતીના ભાગે દુખાવો થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ પણ વાંચો: ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નીતિનનું મોત થતાં એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.