જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે પકડી પાડ્યો છે. જેણે સપ્લાયરનું નામ આપ્યું છે. આ ઉપરાંત એક રહેણાક મકાનમાંથી પણ 14 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, જે આરોપીને પોલીસ શોધી રહી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની અને આ શખ્સ તે જથ્થો સ્કૂટરમાં લઈ જતો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે વોચ રાખી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરના જયુપીટર સ્કૂટરમાં જતો દીપ સોંદરવા મળી આવ્યો હતો. એલસીબીએ તેને અટકાવી સ્કૂટરની તલાશી લેતા સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 12 નંગ બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, સ્કૂટર, એક મોબાઈલ મળી કુલ રૂ.59800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને દીપ સોંદરવાની અટકાયત કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો રણજીત સાગર રોડ પર એક સ્કૂલ પાછળ રહેતા યુવરાજસિંહ જાડેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી છે. બંને સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે અને યુવરાજસિંહની શોધ ખોળ શરૂ કરાઈ છે.
આ ઉપરાંત એલસીબીની ટુકડીએ હિરજી મિસ્ત્રી રોડ પર શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત રમેશભાઈ સોની નામના નેપાળી શખ્સના ફ્લેટ પર દરોડો પાડી રૂપિયા 30,400 ની કિંમતનો 14 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.








