Gujarat

PM મોદીનો ગુજરાત પ્રવાસ: આઠ હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, જાણો સમગ્ર કાર્યક્રમ

By GS Team
16 Sep 20242 mins read
This article was originally published on 16 Sep 2024
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. રવિવારે (15મી સપ્ટેમ્બર) અમદાવાદ ઍરપૉર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે. જેમા વંદે ભારત અને મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીનો ગુજરાત પ્રવાસ: આઠ હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM Narendra Modi Gujarat Visit Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. રવિવારે (15મી સપ્ટેમ્બર) અમદાવાદ ઍરપૉર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતને અનેક વિકાસના કામોની પણ ભેટ આપશે. જેમા વંદે ભારત અને મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલનો પણ સમાવેશ થાય છે. 

આજનો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16મી સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરુઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.

આ પણ વાંચો: હવામાન વિભાગનું ફરી મોટું અપડેટ, ગુજરાત સહિત આ 20 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગઈકાલે પીએમ મોદીએ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

રવિવારે (15મી સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. તેમણે અહીં વડસર ઍરફૉર્સ સ્ટેશન અને નવા ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. પછી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી આજે રાત્રે રાજભવનમાં જ રોકાણ કરવાના છે અને આજે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું શિલાન્યાસ અને ખાત મુહૂર્ત કરવાના છે.