જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ જાનમામદ મકરાણી ઉપર હથિયારો સાથે હુમલો થયાના પ્રકરણમાં જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રતિનિધિ મંડળે જિલ્લા પોલીસ વડાને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી હુમલો કરનારા શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા ની માંગ કરી છે.
જામનગર શહેરમાં શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં અમુક તત્ત્વો દાદાગીરી કરી પ્રજા ને રંજાડે છે.અને ભય ના કારણે શાંત લોકો પોલીસ માં ફરિયાદ કરવાનું ટાળે છે. જામનગર મકરાણી બલોચ સમાજના આગેવાન એમ.કે. બલોચ, અબ્બાસ હાજી બલોચ, મામદ ગુલમામદ બલોચ સહિતના પ્રતિનિધિ મંડળે જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર પાઠવી સમાજ ના પ્રમુખ ઉપર હુમલો કરનાર સામે કડક પગલાં લેવા ની માંગ કરી છે.


