Gujarat

વાગડીયા ગામે પુલ નીચે બોટમાં કલર કામ કરતો વ્યક્તિ પડી જતા મોત

By GS Team
16 Jan 20201 min read
This article was originally published on 16 Jan 2020
વાગડીયા ગામે પુલ નીચે બોટમાં કલર કામ કરતો વ્યક્તિ પડી જતા મોત

 રાજપીપળા તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર 

કેવડિયા પાસે આવેલા વાગડીયા ગામના પુલ નર્મદા કિનારે હાલ  બોટનું નિર્માણ કામ ચાલી રહ્યું છે .બોટમાં કલર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ(30)રહે.બીટી તા.જી. અલ્હાબાદ(યુ.પી) કલર કામ કરતા બોટમાંથી પડી જતા માથામાં ગંભીર ઇજા થઇ  હતી.

સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં લેવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા કેવડિયા પોલિસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.