Get The App

વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો 1 - image

Vadodara : વડોદરામાં ગાંજો સપ્લાય કરવામાં વોન્ટેડ જાહેર કરાયેલો મધ્યપ્રદેશનો ડ્રગ્સ પેડલર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 

વડોદરા પોલીસે 5 મહિના પહેલા ગોરવામાંથી 22 હજારની કિંમતનો ગાંજો પકડ્યો હતો. જેમાં સ્કૂટર ઉપર ગાંજો વેચતા રાજેન્દ્ર બિંદની પૂછપરછ કરતા સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના રતલામ નજીક રહેતા શાંતિલાલ નીનામાનુ નામ ખુલ્યું હતું. 

આવી જ રીતે ફતેગંજ વિસ્તારમાં પણ પોલીસે રૂ.27 હજારના ગાંજાનો કેસ કર્યો હતો. જેમાં પણ સપ્લાયર તરીકે શાંતિલાલનું નામ ખુલ્યું હતું.

મધ્યપ્રદેશનું પેડલર વડોદરાના ચાંપાને દરવાજા નજીક આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. શાંતિલાલ કેટલા વખતથી વડોદરામાં કોને કોને ગાંજો સપ્લાય કરે છે તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.