Gujarat

ઉત્તર ગુજરાત યુનિ.ની ભરતીમાં કરોડોની ઉચાપત, પાટણના કોંગી ધારાસભ્ય સામે ફરિયાદ

By GS Team
6 Dec 20181 min read
This article was originally published on 6 Dec 2018
ઉત્તર ગુજરાત યુનિ.ની ભરતીમાં કરોડોની ઉચાપત, પાટણના કોંગી ધારાસભ્ય સામે ફરિયાદ

પાટણ, તા. 6. ડિસેમ્બર 2018 ગુરુવાર

હવે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે પાટણના હાલના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ સામે કરોડોની ઉચાપતની ફરિયાદ પોલીસમાં નોંધાવતા રાજકારણ ગરમાયુ છે.

વાઈસ ચાન્સેલર પ્રો.બી એ પ્રજાપતિએ પોલીસમાં આપેલી ફરિયાદ પ્રમાણે કિરીટ પટેલે 2012 થી 2016 દરમિયાન ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ એમએસડબલ્યુ કોલેજના પ્રિન્સિપાલ હતા. તેમણે કરોડોની ઉચાપત કરી હોવાનુ ફરિયાદમાં જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ અને પ્રો.પ્રજાપતિ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે. બંનેએ એક બીજા સામે આક્ષેપો પણ કર્યા છે. કિરીટ પટેલે અગાઉ વાઈસ ચાન્સેલરે પર બીએડની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો પ્રો.પ્રજાપતિએ એમએસડબલ્યુની ભરતીમાં કિરીટ પટેલે ગોટાળો કર્યો હોવાની અરજી પોલીસને આપી હતી.

આ અરજીની તપાસ બાદ પોલીસે ધારાસભ્ય સામે ફરિયાદ દાખલ કરી છે.