Gujarat

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
ભાવનગરના પાલિતાણામાંથી એક ચોંકાવાનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાલિતાણા પોલીસે આ મામલે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી હતી અને સગીરાને શોધી વાલીને સોંપી દેવાઈ છે. આ સિવાય અપહરણ અને દુષ્કર્મમાં સામેલ 4 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર

Bhavnagar Crime: ભાવનગરના પાલિતાણામાંથી એક ચોંકાવાનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાલિતાણા પોલીસે આ મામલે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી હતી અને સગીરાને શોધી વાલીને સોંપી દેવાઈ છે. આ સિવાય અપહરણ અને દુષ્કર્મમાં સામેલ 4 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.  

આ પણ વાંચોઃ ઇસનપુર ડિમોલિશનઃ 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, શનિવારે (22 નવેમ્બર) પાલિતાણા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સગીરાની શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદના બે દિવસની અંદર સોમવારે (24 નવેમ્બર) પોલીસ તપાસ બાદ સગીરા મળી આવી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવાર દ્વારા સગીરાની પૂછપરછ કરતા તેનું દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર માહિતી સામે આવી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

ચાર આરોપીની ધરપકડ, એક ફરાર

સગીરાના નિવેદનના આધારે પોલીસે વિવિધ BNS (ભારતીય ન્યાય સંહિતા) અને POCSO એક્ટ હેઠળ કલમો લગાવી કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં એક મહિતા સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ છે. 

આ પણ વાંચોઃ ગુજરાતની હવા બની 'ઝેરી': અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રૂબિના મોહમ્મદની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવાઇ છે. આ સિવાય અન્ય આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ અને મહેશ ચુડાસમાની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ, આ ત્રણેય આરોપી બે દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય અન્ય એક શૈલેષ મકવાણા નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ શરૂ છે. પોલીસ આ મામલે પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.