Get The App

ગુજરાતની હવા બની 'ઝેરી': અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની હવા બની 'ઝેરી': અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો 1 - image


Gujarat Air Pollution : શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે આ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજેતરના આંકડા મુજબ, સમગ્ર ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે. અમદાવાદમાં AQI 200 ની નજીક પહોંચી જતાં હવા ઝેરી બની રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સંકેત છે.

જોખમી સપાટી પર પ્રદૂષણ સામાન્ય રીતે જ્યારે AQI 150 થી ઉપર જાય છે, ત્યારે તે હવા શ્વાસમાં લેવા માટે 'જોખમી' સાબિત થાય છે. હાલમાં રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. આ સ્થિતિને કારણે રાજ્યના મુખ્ય 8 શહેરોમાં 'રેડ એલર્ટ' જેવો માહોલ સર્જાયો છે.

કયા શહેરમાં કેટલી ખરાબ સ્થિતિ?

ચીખલીના વાતાવરણમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે.  જ્યાં AQI 246ના જોખમી સ્તરે પહોંચ્યો છે. ત્યારબાદ સંઘપ્રદેશ દમણમાં મિનિમમ AQI 224 અને રાજકોટમાં 217 સુધી નોંધાયો છે. તો મેગા સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે, અહીં AQI 196 છે. દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે જાણિતા અંકલેશ્વરમાં AQI 164 ને પાર કરી ગયો છે. તો આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણ વધ્યું છે, અહીં AQI 156 નોંધાયો છે.

સ્વાસ્થ્ય પર ગંભીર અસર 

હવાની ગુણવત્તા કથળતા તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રના રોગો ધરાવતા દર્દીઓ માટે આ સમયગાળો અત્યંત કષ્ટદાયક બની શકે છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો અને વાહનચાલકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોને વધુ જોખમ?

અસ્થમા (દમ), એલર્જી અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આ સમય મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત, પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા (Dry eyes) અને બ્રોન્કાઈટિસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. AQI 200થી વધુ હોય ત્યારે શ્વાસના દર્દીઓ, બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

શું ધ્યાન રાખવું?

વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં જવાનું ટાળવું અથવા ફરજિયાત માસ્ક પહેરીને જ જવું.

અસ્થમાના દર્દીઓએ પોતાના પંપ અને જરૂરી દવાઓ હંમેશા સાથે રાખવી.

Tags :