Get The App

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા

પાણી,ગટર સહિતની સમસ્યાને લઈ હોબાળો થતા નેતાઓ મંચ છોડી ગયા

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર,23 એપ્રિલ,,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ અગાઉ છેલ્લી ઘડીના પ્રચારમાં લાગેલા ભાજપના નેતાઓ હજુ પણ લોકોના રોષનો ભોગ બની રહયા છે.ઓઢવ ઈન્દિરાનગર વિસ્તારમાં યોજાયેલા એક સંમેલનમાં પૂર્વ સાંસદ કિરીટ સોલંકીની હાજરીમાં સ્થાનિકોએ  પાણી,ગટર સહિતની સમસ્યાને લઈ હોબાળો કરી વિરોધ પ્રદર્શન કરતા નેતાઓને મંચ છોડી જવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ,ઓઢવ વોર્ડમાં ઈન્દિરાનગર આવાસ યોજના સહિત આસપાસના વિસ્તારના રહીશો માટે ભાજપના એસ.સી.મોરચા દ્વારા એક મહા સંમેલન રાખવામા આવ્યુ હતુ.કાર્યક્રમમા અતિથી વિશેષ તરીકે પૂર્વ સાંસદ હાજર હતા.તેમની હાજરીની વચ્ચે જ સ્થાનિકો સ્ટેજ સુધી પહોંચ્યા હતા.જયાં ગંદકી અને ખરાબ રસ્તા મામલે બેનર અને પ્લે-કાર્ડ સાથે સ્થાનિક રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ શરુ કરતા નેતાઓએ તેમને શાંત રહેવા અપીલ કરી હતી.પરંતુ  સમસ્યાઓથી ત્રસ્ત બનેલા સ્થાનિકોએ નેતાઓની અપીલને પણ ગણકારી નહોતી. આ સ્થિતિ જોઈ ભાજપના નેતાઓ એક પછી એક સ્થળ છોડી રવાના થઈ ગયા હતા.