Get The App

પાટડીમાં ફરજિયાત 'સ્માર્ટ મીટર'નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
પાટડીમાં ફરજિયાત 'સ્માર્ટ મીટર'નો આગ્રહ કરતા પીજીવીસીએલ સામે રોષ 1 - image

'સ્માર્ટ મીટર' ફરજિયાતનો કાયદો નથી છતાં તંત્રની દાદાગીરી

ટીંબાવાસમાં મકાન પડી જતા વીજ મીટર અંગે અરજદારને પણ સ્માર્ટ મીટર જ લગાવવાનો પીજીવીસીએલનો આગ્રહ

પાટડી - પાટડી શહેરમાં પીજીવીસીએલ તંત્રની જોહુકમીનો બનાવ સામે આવ્યો છે જેમાં પાટડી ટીંબાવાસમાં મકાન પડી જતા દિવાલ પર લગાવેલ વીજ મીટર પણ પડી ગયુ હતુ. જે વીજ મીટરને દિવાલ પર લગાવવા માટે સ્થાનિક રહીશ રમેશભાઈ નાગરભાઈ ભીમાણીએ રૃબરૃ પાટડી પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી હતી.

વીજ મીટર દીવાલએ લગાવવા માટે અરજી કરવામાં આવતા પાટડી પીજીવીસીએલ તંત્ર દ્વારા મનસ્વી રીતે મીટર ફરજિયાત બદલી સ્માર્ટ મીટર જ લગાવવું પડશે તેમ દબાણ કરવામાં આવતા સ્થાનિક રહીશમાં રોષ જોવા મળી રહ્યો છે. દસાડા તાલુકામાં શિક્ષણનો અભાવ હોવાના કારણે તેનો ગેરલાભ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાણાવાવના અરજદારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્માર્ટ મીટર લગાડવં ફરજિયાત છે કે નહીં તે અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ ગ્રાહકે 'સ્માર્ટ મીટરદ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી.