Get The App

બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ 1 - image

વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ડિરેક્ટર પણ બિનહરીફ જાહેર થતાં વર્તમાન ડિરેક્ટરોએ ચૂંટણી પહેલાં જ બહુમતી હાંસલ કરી લીધી છે.

બરોડા ડેરીની વડોદરા,છોટાઉદેપુર અને તિલકવાડા ઝોનમાં યોજાનાર ૧૩ બેઠકોની ચૂંટણી માટે આજે સાવલીના ડિરેક્ટર રામસિંગ વાઘેલાની સામેના ઉમેદવાર પ્રવિણભાઇ મકવાણાએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ થયા છે.

અગાઉ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત છ ડિરેક્ટર બિનહરીફ થયા હતા અને આજે વધુ એક ડિરેક્ટર બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોના જૂથે કુલ ૭ બેઠકો સાથે બહુમતી હાંસલ કરી લીધી છે.તો બીજીતરફ હવે ભાજપના મેન્ડેટની કોઇ કિંમત પણ રહી નથી.હજી તા.૭મી સુધી ફોર્મ પાછા ખેંચાનાર છે.