Get The App

હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત 1 - image

- લાયસન્સ વગર ભત્રીજાને બાઇક આપતા કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 

હળવદ : હળવદના સુસવાવ ગામ પાસે અકસ્માતમાં બાઇખ ચાલકનું મોત થયું હતું. બાઇક માલિક કાકા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

નવી શીરોઇ ગામના સંજય રૂપાભાઇ પંચાસરા( ઉ.વ.૩૫) સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, સંજયભાઇ પોતાના ૧૬ વર્ષના સગીર ભત્રીજાને પોતાની માલિકીની બાઇક ચલાવવા માટે આપી હતી. સગીરા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી. સગીરે કેદારનાથ મહાદેવથી સુસરવાવ તરફ જતા રસ્તા પર બાઇક પુરઝડપે હંકારી હતી. સામેથી આવતી બીજી બાઇક સાથે અથડાઇ હતી. બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. 

આ મામલે બાઇક માલિક સંજય પંચાસરા સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.