Get The App

ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ગોરવા બાદ ન્યુવીઆઇપી રોડ પર ઢોર પકડનાર કોર્પોરેશનની ટીમ પર હુમલો 1 - image

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરો પકડવા માટે જતી કોર્પોરેશનની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના વારંવાર બનાવો બનતા હોય છે. પોલીસની હાજરી હોવા છતાં ગઇકાલે આ  પ્રકારનો વધુ એક બનાવ બનતાં હુમલો કરવા આવેલા ત્રણ પશુપાલકો સામે ગુનો નોંધાયો છે.

શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે કોર્પોરેશનની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે.જે દરમિયાન પશુપાલકો પણ ગાયો બચાવવા માટે ઉમટી પડતા હોવાથી ઉત્તેજનાભર્યા દ્શ્યો સર્જાતા હોય છે.પોલીસ દ્વારા કોર્પોરેશનની ટીમને બંદોબસ્ત પણ આપવામાં આવતો હોય છે.આમ છતાં ઘર્ષણના બનાવો સતત જારી રહ્યા છે.

એક સપ્તાહ પહેલાં ગોરવામાં કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જવાના  બનેલા બનાવમાં ત્રણ પશુ પાલકોની ધરપકડ કરવામાં આવી હતી.ગઇ કાલે આવી જ રીતે ન્યુ વીઆઇપી રોડના વૈકુંઠ-૨ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે ગાય પકડતાં એક સફેદ બંડીધારી ગોપાલક લાકડી સાથે ધસી આવ્યો હતો.તેની સાથે અન્ય બે પશુપાલક પણ આવ્યા હતા અને જબરદસ્તી ગાય છોડાવી ગયા હતા.

કોર્પોરેશનની ટીમે આ બનાવ અંગે વીડિયો ઉતારી લીધો હતો અને હરણી પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણેય પશુપાલક સામે સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધ્યો છે.