Gujarat

મહિધરપુરમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલી પરણીત મહિલાનો આપઘાાત

By GS Team
29 Dec 20232 mins read
This article was originally published on 29 Dec 2023
મહિધરપુરમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલી પરણીત મહિલાનો આપઘાાત

- અલથાણમાં ટેન્શનમાં પરિણીતા, કાપોદ્રમાં રત્નકલાકારની પત્ની જ્યારે ડીંડોલીમાં યુવાને આત્મહત્યા કરી લીધી

  સુરત :

સુરતમાં ત્રણ પરિણીતા સહિત  આપઘાતના ચાર બનાવમાં મહિધરપુરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલી પરિણીત મહિલા, અલથાણમાં પરિણીતા, કાપોદ્રામાં કોઇ કારણસર રત્નકલાકારની પત્ની અને ડીંડોલીમાં યુવાને આત્મહત્યા કરી હતી.

મહિધરપુરાના લાલદરવાજા ખાતે રહેતી ૨૪ વર્ષની પરિણીત મહિલાએ ગુરુવારે બપોરે મહિધપુરામાં ધોબીશેરીમાંં એક મકાનમાં ઝેરી દવા પી ગઇ હતી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. આ અંગે તપાસકર્તા મહિધરપુરા પી.એસ.આઇ જે.એચ વસાવાએ કહ્યુ કે, પરિણીત મહિલા અવર-નવર હરીપુરા ખાતે રાજેન્દ્રની મોબાઇલની દુકાને રિચાર્જ કરાવવા જતી હતી. બાદમાં તે મહિલાને પરણીત રાજેન્દ્ર સાથે એક તરફ પ્રેમ થઇ ગયો હતો. જેથી મહિલાએ રાજેન્દ્રને કહ્યુ કે, તું મારી સાથે નહી રહેશે. તો હું મરી જઇશ. રાજેન્દ્ર તેની સાથે રહેવાની ના પાડી હતી. જેથી તેણે એક તરફ પ્રેમમાં આ પગલુ ભર્યું હતુ. મહિલા મુળ મધ્યપ્રદેશના રીવાની વતની હતી. તેને એક સંતાન છે. તેના પતિ નોકરી કામ કરે છે.

બીજા બનાવમાં અલથાણ ખાતે માસ્ટર મોહલ્લામાં રહેતી ૧૮ વર્ષની રિંકુપુરી સોનપુરી ગૌસ્વામીએ ગુરુવારે મોડી રાત્રે ઘરમાં છતના હુક સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યુ કે, રિંકુપુરી મૂળ રાજસ્થાનના ભીલવાડાના વતની હતી. બે દિવસથી કોઇ કારણસર ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હતુ. તેના પતિ આઇસ્ક્રીમનો ટેમ્પો ચલાવે છે. ત્રીજા બનાવમાં કાપોદ્રામાં ભક્તિનગર વિ-૧માં રહેતી ૨૨ વર્ષની દિવ્યા ભાવેશ ચૌહાણ ગુરુવારે સાંજે ઘરમાં દરવાજો અંદરથી બંધી કરી કોઇ કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે જણાવ્યુ કે, દિવ્યા મૂળ ભાવનગરમાં ઉમરાડાની વતની હતી. તેના પતિ રત્નકલાકારનું કામ કરે છે.

ચોથા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં નારાયણનગરમાં રહેતો ૩૦ વર્ષનો મનોજ દિલીપ સીરસાઠ ગુરુવારે સાંજે ઘરમાં અગમ્ય કારણસર છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. મનોજ મૂળ મહારાષ્ટ્રના વતની હતો. તે રીંગ રોડની માર્કેટમાં ટેમ્પો ડ્રાઇવર હતો, તેની પત્ની પણ નોકરી કરે છે.