Get The App

હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન 1 - image

- જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ 

- જુદા જુદા વ્યક્તિઓના નામનો દૂરુપયોગ કરીને ફોર્મ નંબર 7 દ્વારા મતદાતારોના નામ કઢાવવાના પ્રયાસનો આક્ષેપ

આણંદ : આણંદ નજીક આવેલા હાડગુડ ગામમાં મતદાર યાદી સામે વાંધા નોંધવાની પ્રક્રિયા દરમિયાન ગેરરીતિની શંકાને આધારે ગામના લોકો દ્વારા કરાયેલી તપાસ મુજબ, ૧૫૦૦થી ૧૭૦૦થી વધુ નામની સામે ખોટા નામ અને ફોન નંબરનો ઉપયોગ કરીને જુદા જુદા વ્યક્તિઓના નામે ફોર્મ નંબર ૭ / વાંધા દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણમાં આવતા હાડગુડના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું.

હાડગુડના ગ્રામજનો દ્વારા મતદાર યાદીમાં વાંધા લેનાર તરીકે દર્શાવાયેલા વ્યક્તિઓને ફોન દ્વારા અથવા રૂબરૂ સંપર્ક કરીને પુછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ફોર્મ નંબર ૭ ભર્યું નથી, તેમણે કોઈપણ મતદાર સામે વાંધો લીધો નથી. તેમના નામ અને ફોન નંબરનો તેમની જાણ બહાર દૂરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. 

આવા જ એક વાંધા લેનાર તરીકે જે વ્યક્તિનું નામ દર્શાવવામાં આવ્યું છે, તે વ્યક્તિ એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે હાડગુડ ગામના નિવાસીઓ સમક્ષ વીડિયો નિવેદન આપી અને લેખિત નિવેદન આપીનેે જાહેર કર્યું હતું કે, તેમણે કોઈપણ પ્રકારનું ફોર્મ નં. ૭ ભર્યુંે નથી અને કોઈ મતદાર સામે વાંધો લીધો નથી. હાડગુડ ગામમાં દાખલ થયેલા તમામ ફોર્મ નંબર ૭ વાંધાઓની તાત્કાલિક, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે, જે વ્યક્તિઓના નામે અને ફોન નંબરથી ખોટા વાંધા દાખલ કરવામાં આવ્યા છે, તેની સત્તાવાર રીતે નોંધવામાં આવે તેમજ ખોટી રીતે ફોર્મ નંબર. ૭  વાંધા દાખલ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે હાડગુડના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.