Gujarat

"સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે..." રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
હેરના નિકોલ વિસ્તારમાં એક ગેસ ડિલિવરી કરવાવાળા યુવક સાથે મોડી રાત્રે વિચિત્ર રીતે ઠગાઈ અને ચોરીનો મામલો સામે આવ્યો છે. મદદ માંગવાના બહાને એક અજાણ્યો શખ્સ યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી દીધો અને નીચે પાર્ક કરેલી રિક્ષામાંથી 8,000 રૂપિયાથી વધુની કિંમતના 9 ડોમેસ્ટિક LPG ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

"સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે..." રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા
 AI IMAGE

LPG gas cylinders stolen Nikol: શહેરના નિકોલ વિસ્તારમાં એક ગેસ ડિલિવરી કરવાવાળા યુવક સાથે મોડી રાત્રે વિચિત્ર રીતે ઠગાઈ અને ચોરીનો મામલો સામે આવ્યો છે. મદદ માંગવાના બહાને એક અજાણ્યો શખ્સ યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી દીધો અને નીચે પાર્ક કરેલી રિક્ષામાંથી 8,000 રૂપિયાથી વધુની કિંમતના 9 ડોમેસ્ટિક LPG ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઓઢવના રહેવાસી 23 વર્ષીય ભરત પરમારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાત્રે પંચર કરાવતી વખતે આવ્યો ઠગ

કઠવાડા નજીક આવેલી એક ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો ભરત 18 મેની રાત્રે આશરે 11:30 વાગ્યે કૃષ્ણનગરના સીતારામ ચોક પાસે પોતાની લોડિંગ રિક્ષાનું પંચર કરાવી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે, તેને રસોઈ બનાવવા માટે તાત્કાલિક ગેસ સિલિન્ડરની જરૂર છે અને તે બીજા દિવસે સિલિન્ડર પરત કરી દેશે. ભરતે વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો અને તેને પોતાની રિક્ષામાં બેસાડી દીધો.

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાતમો! અજ્ઞાત હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી

સાતમા માળે મોકલીને ખેલ કરી ગયો!

બંને રાત્રે બાર વાગ્યાની આસપાસ નિકોલના અટલ એપાર્ટમેન્ટ પહોંચ્યા અને બ્લોક નંબર 13 નીચે રિક્ષા પાર્ક કરી. અજાણ્યા શખ્સે ભરતને કહ્યું કે, તેનો ફ્લેટ સાતમા માળે છે અને તે લોક છે, તેથી તે નીચેથી ચાવી લઈને આવે છે ત્યાં સુધી તેઓ સાતમા માળે જઈને ઊભો રહે. ભરત સાતમા માળે ગયો અને આશરે 15 થી 20 મિનિટ સુધી ચાવીની રાહ જોઈ. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તેઓ નીચે પરત ફર્યો. નીચે આવીને જોયું તો રિક્ષામાંથી ભારત ગેસના 9 સિલિન્ડર ગાયબ હતા અને પેલો અજાણ્યો માણસ પણ ત્યાં નહોતો.

પોલીસે તપાસ હાથ ધરી

ભરતને સમજતા વાર ન લાગી કે, તે ઠગાઈનો ભોગ બન્યો છે. ચોરાયેલા 9 સિલિન્ડરમાંથી પ્રત્યેકની કિંમત 920 રૂપિયા હતી, જે મુજબ કુલ 8,280 રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ભરતે સિલિન્ડરના અસલી બિલ સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ કરી છે.