Gujarat
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા
By GS TEAM
3 Apr 20261 min read

વિરમગામઃ
વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ સ્થિત વડલાવાળા મેલડી માતાજીના મંદિરે ચૈત્રી પૂનમે
૩૮મો નવચંડી યજ્ઞા શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. બ્રહ્માલીન ભગવાન દાદાની
પ્રેરણાથી શરૃ થયેલી આ પરંપરામાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નોંધનીય
છે કે અહીં છેલ્લા ૩૭ વર્ષથી દાતાઓના સહયોગથી સતત બટુક ભોજન પણ ચલાવવામાં આવે છે.








