જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં સક્રિય ભાગ લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે ઇંસ્ટીટ્યુટ ઓફ ટીંચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ – જામનગર તથા શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલના સયુંક્ત આયોજિત ન. પ્રા.શિ.સ જામનગરના શહેરી વિસ્તારના શાળાએ જતા બાળકોમાં મુળભુત વિજ્ઞાન પ્રત્યે રસ અને જાગૃતિ લાવવા માટે તા. 18 ફેબ્રુઆરી 2026થી તા. 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિજ્ઞાન પ્રવૃતિઓ, અવકાશ, આરોગ્ય, ટેકનોલોજી અને વર્તમાન સંશોધન વલણો પર થ્રીડી ફિલ્મ શો નું આયોજન શ્રી રાજમાતા ગુલાબકુંવરબા ઓડીટોરીયમ, ઇટ્રા - જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં શાળા નં-18ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના 104 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા, મોતિબેન કારેથા અને સંદિપભાઇ રાઠોડે કન્વીનર તરીકે સેવા આપી હતી. ન. પ્રા.શિ.સ. જામનગરના અધ્યક્ષશ્રી પરસોત્તમભાઇ કકનાણી અને શાસનાધિકારી ફાલ્ગુનિબેન પટેલે વિધાર્થીઓ માટે વ્યવસ્થાપન કર્યુ હતુ. ઇંસ્ટીટ્યુટ ઓફ ટીંચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ – જામનગર બાયો કેમીસ્ટ્રી ના હેડ ઓફ ડીપાર્ટમેંટ્ના ડો. ગોપીનાથ અગ્નિહોત્રી,લેબ સ્ટાફ આશિષભાઇ કોટક અને ભાવેશભાઇ બારડ તથા એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેંન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજયભાઇ પંડ્યા અને પંકજભાઇ ડાંગરે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમ બાદ દેવાંશી પાગડા અને મેઘના લીંબડ એ પ્રતિભાવ આપ્યા હતાં. શાળા પરિવાર તથા મુખ્ય શિક્ષક દિપક પાગડાએ આ આયોજન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા








