Get The App

નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ 1 - image

Narmada News: નર્મદા જિલ્લાના મોજે-ચીકદા ગામે સોલાર પેનલ લગાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષીય બાળકી પ્રિયંકા ચૌહાણ અકસ્માતે પડી ગઈ હતી. જો કે, સરકારી તંત્ર અને સ્થાનિક લોકોની સમયસર મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી.

તંત્ર અને ગ્રામજનોએ વચાવની કામગીરી કરી

આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકીને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને સાથે જ સરકારી તંત્રને જાણ કરી હતી. સરકારી તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી ત્વરિત ધોરણે બચાવ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંકલિત પ્રયાસોને કારણે બાળકીને સમયસર બહાર કાઢી શકાય.

પ્રિયંકાને બહાર કાઢ્યા બાદ તપાસ કરવામાં આવી હતી અને તેને અન્ય કોઈ ગંભીર ઈજાઓ થઈ ન હોવાનું કન્ફર્મ થયું હતું. આ ઘટનાએ સોલાર પેનલ કે અન્ય બાંધકામના કામ માટે ખોદવામાં આવેલા ખાડાઓની આસપાસ પૂરતી સુરક્ષા અને વાડ (બેરીકેડિંગ) રાખવાની તાતી જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.