Gujarat

અમદાવાદના ૩૭ તળાવ ૪ કરોડથી વધુના ખર્ચે સાફ કરવા દરખાસ્ત રજુ

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
અમદાવાદના ૩૭ તળાવ ૪ કરોડથી વધુના ખર્ચે સાફ કરવા દરખાસ્ત રજુ

 અમદાવાદ,ગુરુવાર,30 ડીસેમ્બર,2021

અમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ હેલ્થ-મેલેરિયા વિભાગને શહેરના ૩૭ તળાવની સફાઈ કરવાનું યાદ આવ્યું છે.આજે મળનારી હેલ્થ કમિટીમાં ચંડોળા સહિતના તળાવની સફાઈ કરવા ૪.૪૦ કરોડના ખર્ચે અલગ- અલગ સંસ્થાઓને કામગીરી સોંપવા બે વર્ષનો કોન્ટ્રાકટ આપવા મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં શહેરના સાત ઝોનમાં આવેલા ૩૭ તળાવમાં તરતા કચરા ઉપરાંત લીલ,વેલ ઘાસ ઉપરાંત તળાવના ઢાળ ઉપરના ભાગમાં વેજીટેશન દુર કરવા મંજુરી માંગવામાં આવી છે.મધ્યઝોનમાં આવેલા એક તળાવ ઉપરાંત દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા સહિત કુલ દસ તળાવ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ તળાવની સફાઈનો વર્ક ઓર્ડર આપવા મંજુરી માંગવામાં આવી છે.ઉપરાંત પૂર્વ ઝોનમાં આવેલા દસ તળાવ,પશ્ચિમ ઝોનમાં આવેલા બે તળાવ તથા ઉત્તરઝોનના બે તળાવ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા છ તળાવની સફાઈ સંસ્થાઓ પાસેથી કરાવવા કમિટીની મંજુરી માંગવામાં આવી છે.

રખડતા પશુઓ મામલે માલિકો પાસેથી બમણો દંડ વસૂલવાની દરખાસ્ત ફરી મુકાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ તરફથી શહેરના રસ્તા ઉપરથી પકડવામાં આવતા રખડતા પશુઓના માલિકો પાસેથી હાલમાં વસૂલવામાં આવતા વહીવટી ચાર્જ તેમજ નિભાવ ખર્ચની રકમ બમણી કરવા અગાઉ અનિર્ણિત રાખવામાં આવેલી દરખાસ્ત ફરી એક વખત હેલ્થ કમિટીની મંજુરી માટે મુકવામાં આવી છે.