પચ્ચીસ વારિયા આવાસ યોજનામાં
બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો
ભાવનગર - શહેરના પચ્ચીસવારિયા આવાસ યોજનામાં કચરો એકત્ર કરવા
ગયેલા મહાનગરપાલિકાના ટેમ્પલ બેલના કર્મચારીને માર મારી જ્ઞાાતિથી અપમાનિત
કર્યાંના બનાવમાં ત્રણ મહિલા સહિત ચાર સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ ચાવડીગેટ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાની
ટેમ્પલ બેલ કચરાની ગાડીમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા
શિલેષભાઈ નાહટાભાઈ વસુનિવાએ બોરતળાવ પોલીસ મથકમાં ગુડીબેન, બીલકેશબેન,
કુસુમબેન અને કાંતી વાલજીભાઈ બારૈયા (તમામ રહે.પચ્ચીસ વારીયા,ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ વહેલી સવાર ૬ કલાકે રાબેતા
મુજબ તેઓ, તેમના પત્નિ અને ભાઈ સાથે જીજે-૦૪-જીબી-૦૦૭૮
નંબરની કચરો ઉપાડવાની ગાડી લઈને કચરો એકત્ર કરવાના તેમના રૃટમાં નિકળ્યા હતા અને
સવારે ૯ કલાકના અરસામાં પચ્ચીસ વારિયા આવાસ યોજના વિસ્તારમાં કચરો લેવા ગયા જ્યાં
ઉક્ત લોકોએ તું કચરો લેવા કેમ નથી આવતો તેમ કહી જ્ઞાાતિથી અપમાનિત કરી તેમને તથા
તેમના પત્નિ અને ભાઈને અપશબ્દો કહી ધોકા અને ઢીકાપાટુંનો માર માર્યો હતો. આ અંગે
બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે.


