અમદાવાદ,બુધવાર, 22 એપ્રિલ,2026
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દક્ષિણ ઝોનમાં
આવેલા ગોમતીપુર ઉપરાંત બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં વધતા જતા ટાઈફોઈડ અને
કમળાના કેસને કાબૂમાં લેવા આરોગ્ય અને ઈજનેર વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
દક્ષિણઝોનના નાયબ કમિશનરે ત્રણ વર્ષના ઝોનના પાણીજન્ય રોગના આંકડા કમિશનર સમક્ષ
રજૂ કર્યા હતા. કમિશનરે જયાં પણ બિન આરોગ્યપ્રદ ખાદ્યચીજોનુ વેચાણ થતુ હોય તેવા
સામે કાર્યવાહી કરવા સુચના આપતા કહયુ,
પાણીપુરીના પાણીમાં કલોરીનની ટિકડી નાંખવા તથા ફેરીયા પાસેથી સેલ્ફ એસેસમેન્ટ
રીપોર્ટ પણ લો.
વીકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે શહેરીજનો તરફથી પ્રાથમિક
સુવિધાને લગતી સી.સી.આર.એસ. ઉપર મળતી ઓનલાઈન ફરિયાદનો વિષય હાથ ઉપર લીધો હતો. અગાઉ
સી.સી.આર.એસ. ઉપર મળતી ફરિયાદો અંગે લોકોનુ ફીડબેક મેળવવા તેમણે સુચના આપી હતી.
નાગરિકોના જે ફીડબેક તંત્રને મળ્યા તેમાં ૩૪ ટકા નેગેટિવ ફીડબેક માત્ર દક્ષિણ
ઝોનમાં ટ્રી ટ્રીમીંગ અને ડ્રેનેજ ડિસિલ્ટીંગની કામગીરીને લઈને આપવામા આવ્યા
હતા.દક્ષિણ ઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસના ત્રણ વર્ષના આંકડા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરે તેમના ઝોનમાં
કામગીરી ચાલી રહી હોવાની રજુઆત કરવા પ્રયાસ કર્યો હતો.દરમિયાન કમિશનરે ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસર ભાવિન સોલંકીને ૨૬ હોટસ્પોટ ઉપર જે પ્રકારે કામગીરી કરવામા આવે છે એ
પ્રકારે આ ત્રણ વોર્ડમા પણ કામગીરી કરવા તાકીદ કરી હતી.જયાં બરફ અને બરફની
બનાવટોનુ વેચાણ થતુ હોય તેમજ પાણીના જગ વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ કરી સેમ્પલ
લેવા કહયુ હતુ. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરાં કરડવાના કેસોનુ ડેટાએનાલીસીસ
કરવા સી.એન.સી.ડી.વિભાગના અધિકારીને કહયુ
હતુ.


