Get The App

બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન

ભારદારી વાહનોની અવરજવર રહેતી હોવાથી વહેલી તકે લાઈટની વ્યવસ્થા તથા બ્રિજ પર સળિયા દેખાતા સમાર કામની માગ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન 1 - image

શહેર નજીક બાજવા ગામ ખાતે રેલવે ઓવરબ્રિજ પર લાઈટની સુવિધા ન હોવાથી વાહન ચાલ કો પરેશાન થઈ રહ્યા હોઈ લાઈટની વ્યવસ્થા ઊભી કરવા માગ ઉઠી છે.

બાજવા ગામમાં દ૨ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રેલવે ઓવર બ્રિજને બન્યા છ વર્ષ અને ખુલ્લો મુક્યાને બે વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ બ્રિજ પર લાઈટની સુવિધા ઉપલબ્ધ નથી. તંત્રની ઉદાસીનતા કારણે બ્રિજ ઉપર અંધારું છવાયેલું રહે છે, અને અકસ્માતોની ઘટનાઓ ઘટે છે.

બ્રિજ પર લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ભારે વાહનોની અવરજવર હોવાથી જોખમ વધે છે. ઉપરાંત આ વચ્ચે બ્રિજ ઉપર ગાબડું પડી જતાં સળિયા બહાર દેખાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

સામાજિક કાર્યકર દ્વારા માર્ગ અને મકાન વિભાગને લેખિત અરજી આપી બ્રિજ પર લાઈટ લગાવવાની માગ કરી હતી. જોકે વારંવાર રજુઆતો છતાં આજદિન સુધી બ્રિજ પર લાઈટ મૂકવામાં આવી નથી. જેથી તાત્કાલિક લાઈટની વ્યવસ્થા તેમજ બ્રિજની મરામત કરવાની માગ ઉઠી છે.