Get The App

રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત

માંજલપુર જ્યુપિટર ચોકડી સુશેન સર્કલ તરફ જવાના રસ્તા પર અકસ્માત

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
રોડ ક્રોસ કરતા માતા, પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા  પુત્રનું મોત 1 - image

 વડોદરા,તરસાલી સુશેન સર્કલ પાસે રોડ ક્રોસ કરતા માતા,  પુત્રીને બાઇક ચાલકે ટક્કર મારતા પાંચ વર્ષના પુત્રનું મોત થયું છે. જ્યારે માતાને ઇજા થઇ હતી.  માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતી જુહી રાજેશકુમારના છૂટાછેડા થયા પછી તે  પિતાના ઘરે રહેતી હતી. ત્યારબાદ  છેલ્લા બે વર્ષથી જુહી તેની બહેનપણીઓ સાથે રહે છે. તેઓ રેડિમેડ કપડાનું સેલ્સનું કામ કરે છે.ગઇકાલે પોરે બે વાગ્યે છૂટીને જુહી ઘરે ગઇ હતી. સાંજે જુહી પોતાના પાંચ વર્ષના પુત્ર ધર્વ તથા બહેનપણી સાથે  ચાલતા નીકળ્યા હતા. જ્યુપિટરથી સુશેન સર્કલ તરફ જતા તેઓ રોડ ક્રોસ કરતા  હતા. તે દરમિયાન જ્યુપિટર ચોકડી તરફથી આવતા એક બાઇકચાલકે તેઓને અડફેટે લીધા હતા. દરમિયાન કંપનીના માણસો આવી જતા ત્રણેયને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, પાંચ વર્ષના ધર્વને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જ્યારે જુહીને દાઢી, કપાળ અને જમણા પગે ઇજા પહોંચી હતી. જુહીની બહેનપણી આબશારને માથામાં જમણી બાજુ તથા જમણા ખભા અને પગે ઇજા પહોંચી હતી.  અકસ્માત પછી બાઇક છોડીને ભાગી ગયેલા આરોપી ભાગી ગયો હતો.


.

બાઇકસવાર યુવકને  ઇજા થતા સયાજીમાં ખસેડાયો

ઇજાગ્રસ્તને છોડીને તેનો સાથીદાર સ્થળ પરથી ભાગી ગયો

વડોદરા,

સુશેન સર્કલ નજીક  થયેલા અકસ્માતમાં ખિસકોલી સર્કલ વુડા કોલોનીમાં રહેતો ૨૧ વર્ષનો બાઇક સવાર વિશાલ ગુડ્ડુભાઇ યાદવ પણ ઘાયલ થયો હતો. વિશાલ યાદવને ડાબી આંખની નીચે, દાઢી, ગળા, ખભા તથા હોઠ પર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિશાલ યાદવના જણાવ્યા અનુસાર તે બાઇકની  પાછળ બેઠો હતો. બાઇક ચલાવનાર તેનો સાથીદાર ભાગી  ગયો છે. વિશાલના સ્ટેટમેન્ટની પોલીસ ખરાઇ કરી રહી છે.