Get The App

સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત  : 8 શખ્સ સામે ફરિયાદ 1 - image

- ફતેપુર ગામે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા, 6 ફરાર

આણંદ : તારાપુરના ફતેપુરા ગામ નજીક મામાદેવના ઓટલા પાસે ઝાડ નીચે પોલીસે દરોડો પાડી બે શખ્સને જુગાર રમતા ઝડપી પાડયાં છે. દરોડા દરમિયાન છ શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. પોલીસે સ્થળ પરથી ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા-પચેગામ રોડ ઉપર આવેલા મામાદેવના ઓટલા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે શુક્રવારે સાંજે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દરમિયાન ઝાડ નીચે બેસીને જુગાર રમતા (૧) વિજયકુમાર ઉર્ફે મામુ ઘનશ્યામભાઈ ગોહેલ (૨) રાજેશકુમાર ઉર્ફે રાજુ ચંદુભાઈ સોલંકી (બંને રહે.ફતેપુરા) ઝડપાઇ ગયા હતા જ્યારે  (૧) દીલીપભાઇ ભગવાનભાઇ રાઠોડ (૨) અજીતભાઇ આશાભાઇ ગોહેલ (૩) ભરતભાઇ ઉર્ફે પાલી વજેસંગભાઇ ગોહેલ (૪) વિજય ઉર્ફે ભોલો ધીરૂભાઇ ગોહેલ (૫) મનુભાઇ દાદુભાઇ રાઠોડ (તમામ રહે. ફતેપુરા) (૬) મયુરભાઇ વજુભાઇ શીણોલ (રહે. ગલીયાના) નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. 

પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગ ઝડતીમાંથી તથા દાવ પરથી મળી કુલ ૪૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી આઠ શખ્સ વિરૂદ્ધ તારાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.