Gujarat
મૂળી પંથકમાં માસ્ક વિના ટહેલતા 100થી વધુ લોકો દંડાયા
By GS Team
18 Jul 20201 min read
This article was originally published on 18 Jul 2020

સરા, તા. 18 જુલાઈ 2020, શનિવાર
મૂળી તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં પાંચ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. કોરોના પ્રભાવિત ગામોમાં કન્ટેનમેન્ટ અને બફરઝોન સહિત લોકોને કોરોના સામે સતર્ક રહેવા અપીલ તંત્રએ અપીલ કરી હતી.
સરકારી ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવું ફરજિયાત હોવાથી માસ્ક પહેરવાની વારંવાર અપીલ બાદ પણ લોકોએ કાળજી નહિ દાખવતાં મામલતદાર સહિત મૂળી પોલીસ સહિત સ્ટાફ દ્વારા હાઇવે તેમ જ બજારો સહિત વિસ્તારમાં માસ્ક નહિ પહેરેલા 100થી વધુ લોકોને દંડ ફટ કારવામા આવ્યો હતો.
સરા ગામે બસ સ્ટેન્ડ મેઇન બજાર અને હળવદ સ્ટોપ બસ સ્ટેન્ડ પાસે માસ્ક પસેર્યા વિના નિકળેલા 25 લોકોને તેમ જ વેપારીઓને દંડ ફટકાર્યો હતો.




