Get The App

ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા 1 - image

અજાણ્યા શખ્સ વિરૃધ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ

ભાવનગર - ભાવનગર જિલ્લા જેલમાં છાશવારે સીમકાર્ડ, મોબાઇલ તેમજ નશાકારક ચિજવસ્તુનો દડો મળી આવવાંની ઘટના છાશવારે પ્રકાશમાં આવે  છે. ત્યારે અમદાવાદ વડી કચેરી જેલર ગુ્રપ ૧ની ટીમ દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન જિલ્લા જેલની અંદર આવેલી ગટરમાંથી એક મોબાઈલ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

અમદાવાદની વાડી કચેરીના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ભાંડો ફૂટયો

અમદાવાદ વડી કચેરી જેલર ગ્પ ૧ની ટીમ દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જિલ્લા જેલની અંદર આવેલી ગટરની કુંડીમાંથી તુટેલી હાલતમાં એક મોબાઇલ મળી આવ્યો હતો.આ બનાવ સંદર્ભે જિલ્લા જેલના અધિકારી દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.