Gujarat

VIDEO| દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ?

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
બેટ દ્વારકાથી 7 મેના રોજ યોજાયેલી એક બાઈક રેલી દ્વારકા તરફ સાંજના સમયે આગળ ધપી રહી હતી, ત્યારે દ્વારકાથી થોડે દૂર રૂપેણ બંદર રોડ પર હાઈ વે બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવા ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસ ટૂકડીએ કામગીરી હાથ ધરી હતી. આ દમરિયાન કેટલાક વ્યક્તિઓએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરમારો શરૂ કરી ગાલીગલોચ કર્યા હતા અને કેટલાક વ્યક્તિએ રૂપેણ બંદર પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. આ બાબતની એક જમાદારે ખુદ ફરિયાદી બની દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. આ બનાવ વેળાએ મામલો કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા પણ ઉઠવા પામી છે. આગેવાનોની મધ્યસ્થીથી વાતાવરણ શાંતિપૂર્ણ થયાનું એસપીએ એક વાતચીતમાં જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ?

Dwarka News: બેટ દ્વારકાથી 7 મેના રોજ યોજાયેલી એક બાઈક રેલી દ્વારકા તરફ સાંજના સમયે આગળ ધપી રહી હતી, ત્યારે દ્વારકાથી થોડે દૂર રૂપેણ બંદર રોડ પર હાઈ વે બ્લોક થઈ જતાં વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવા ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસ ટૂકડીએ કામગીરી હાથ ધરી હતી. આ દમરિયાન કેટલાક વ્યક્તિઓએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરમારો શરૂ કરી ગાલીગલોચ કર્યા હતા અને કેટલાક વ્યક્તિએ રૂપેણ બંદર પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. આ બાબતની એક જમાદારે ખુદ ફરિયાદી બની દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. આ બનાવ વેળાએ મામલો કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા પણ ઉઠવા પામી છે. આગેવાનોની મધ્યસ્થીથી વાતાવરણ શાંતિપૂર્ણ થયાનું એસપીએ એક વાતચીતમાં જણાવ્યું છે.

દ્વારકામાં વાહનો સાઈડમાં રાખવા કહેતા ટોળું બેકાબૂ!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેર પાસે રૂપેણ બંદર નજીક ગુરુવારે યોજાયેલી એક બાઈક રેલી દરમિયાન હાઈવે બ્લોક થઈ ગયો હતો. બેટ દ્વારકાથી રવાના થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાવિકો પોતાના ટુ વ્હીલર સાથે જોડાયા હતા. આ રેલી જ્યારે દ્વારકા શહેર તરફ આગળ ધપી રહી હતી ત્યારે રૂપેણ બંદર પાસે હાઈવે બ્લોક થયો હતો.

ક્રાંતિવીર મુળૂભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજના યુવાનો માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈવે જામ થઈ જતાં પોલીસ કાફલો ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે ધસી આવ્યો હતો. તેવામાં પોલીસ કર્મચારીઓ તથા રેલીમાં રહેલા કેટલાક વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ પછી અફરાતફડી મચી ગઈ હતી.

હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયા?

એક તબક્કે મામલો બીચકી જતાં કેટલાક વ્યક્તિઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના પગલે વાતાવરણમાં ગરમાવો પ્રસર્યા પછી ફાયરિંગ થયાની ચર્ચા ઉઠી છે. એક ફોજદાર દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયા પછી મામલો કાબૂમાં આવ્યાની વિગતો ચર્ચાઈ રહી છે. આ દરમિયાન દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, સાંજે આઠેક વાગ્યાની આજુબાજુમાં દ્વારકા નજીક રૂપેણ બંદર ધોરીમાર્ગ પરથી પસાર થતાં રેલીમાં રહેલા વ્યક્તિઓ દ્વારા ફરજ રૂકાવટ અને રાયોટિંગ કરવામાં આવ્યું હતું. 

7 વિરૂદ્ધ નામજોગ ફરિયાદ

પોલીસે અસ્વીન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક, કનૈયાભા ધનાભા માણેક સહિત અજાણ્યા શખસો સામે  રાયોટિંગ અને ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.