Get The App

રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સોસાયટીનો હિસ્સો ધારાસભ્ય કે કોર્પોરેટર આપી શકશે 1 - image

Vadodara: વડોદરા કોર્પોરેશનના તમામ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ખાનગી સોસાયટીઓમાં "ગ્રાઉન્ડ વોટર રીચાજ" કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારી યોજના (70:20:10) ધોરણે આપવામાં આવતી રેઈન વોટર હાર્વેસ્ટિંગ પોલીસીને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ શક્તિમાં કેચ ધ રેઈન-2024 યોજના અમલમાં મુકવામાં આવી છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ શક્તિ અભિયાન "Catch the Rain Where it falls, when it falls"ને ઝુંબેશ તરીકે વડોદરા પાલિકાની તમામ મિલકતને વધુમાં વધુ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સિસ્ટમ પ્રસ્થાપિત થાય તે માટે પાલિકા હસ્તકની મિલ્કતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બાકીની મિલ્કતોમાં આ પ્રણાલી બેસાડી કાર્યરત કરવાની બીજા તબક્કાની પ્રક્રીયા હાલમાં પ્રગતી હેઠળ છે. ગ્રાઉન્ડ વોટર રીચાર સિસ્ટમ પ્રસ્થાપિત કરવા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સંદર્ભ (1) હેઠળની ગાઈડ લાઈન અનુસરવામાં આવનાર છે. જે મુજબ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મુજબ રેઈન વોટર હાર્વેસ્ટીંગના કોમનો સમાવેશ સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારી યોજના હેઠળના ઘટક તરીકે કરેલી છે.

યોજનાની મૂળભૂત અનુદાનની ફાળવણી 70:20:10 એટલે કે 70% રાજય સરકાર (સ્વર્ણિમ જયંતીની ખાનગી જનભાગીદારી યોજના હેઠળનું ફંડ) 20% ખાનગી સોસાયટી (ધારાસભ્ય અથવા સ્થાનિક કોર્પોરેટરની ગ્રાંટ અથવા રોયુક્ત ફાળવણીની રકમ અથવા સોસાયટી ફંડ) તથા 10% પાલિકા, આ પ્રમાણે ફાળવણી કરાવવાની રહેશે. હાલમાં ઉક્ત જણાવ્યા મુજબની કામગીરી ઝોન કક્ષાએથી કરવામાં આવે છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પત્રથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના જનભાગીદારી ઘટક હેડળ ખાનગી સોસાયટીમાં હાથ ધરવામાં આવતા જળ સંચય (રેઇન વોટર હાર્વેસ્ટીંગ)ના કામો લોકભાગીદારીના ફાળા અંગેના ધારણ નિયત કરવા જણાવેલ છે. જે મુજબ ખાનગી સોસાયટીમાં, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટના રહેવાસીઓએ ભુગર્ભ જળસંયટ માટે પરકોલેશન વેલ, ખંભાતી કૂવા, રૂફ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, જુના બોરવેલને રીચાર્જ કરવા પાહેર (રેઇન વોટર હાર્વેસ્ટીંગ)ના કામો હાથ ધરવા માટે ભોગવવાની થતી 20 ટકા લોકફાળાની રકમ ધારાસભ્ય કે મ્યુનિસિપલ કોર્પોરેટર કે નગર પાલિકાના સભ્યને અપાતી વિકાસ અંગેની ગ્રાન્ટ ઉપર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) દ્વારા ફાળવવામાં આવતા ફંડમાંથી 20 ટકા સુધી ભરવા સંમતી આપે તો ખાનગી સોસાયટીએ ભોગવવાનો થયો ફાળો ભરી શકાય તેમ ઠરાવેલ છે. પાલિકા દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગની યોજનાને વેગ આપવા તથા લોકો પણ મોટા પાયે ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જરૂરી રેઇન વોટર વર્નેસ્ટીંગની નીતિ અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.