Gujarat

ઝાલોદના મીરાખેડી ગામે જીપની એડફેટે બે વ્યક્તિના મોત

By GS Team
19 Aug 20191 min read
This article was originally published on 19 Aug 2019
ઝાલોદના મીરાખેડી ગામે જીપની એડફેટે બે વ્યક્તિના મોત

દાહોદ તા.19 ઓગષ્ટ 2019 સાેમવાર

ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ચાલકે   જીપને પુરઝડપે  હંકારી  રસ્તે ચાલતા જતા બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બન્નેને શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે  જીવલેણ ઈજા  થતાં બન્નેના મોત નીપજ્યા હતા.

ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે બારીયા ફળિયામાં રહેતા સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયા એમ બંન્ને જણા ગત તા.૧૮. ૮.૨૦૧૯ ના રોજ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન જીપના ચાલકે જીપને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી પોતાના કબજાની જીપ સ્થળ પર મુકી નાસી જતાં સંજયભાઈ રેશમલભાઈ મુનીયા અને નાથુભાઈ રમસુભાઈ મુનીયાને શરીરે  ગંભીર ઈજા થતાં   મોત નીપજ્યું હતુ.આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.