મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana Crime News: મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક હેઠળ આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જ્યા 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીડિતા ગર્ભવતી બન્યા બાદ તેની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં જ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ, ભોગ બનનાર સગીરાની માતા જ્યારે મજૂરી કામ માટે બહાર જતી હતી, ત્યારે જીગરજી ઉર્ફે જીગો ઠાકોર નામના શખસે સગીરાને લલચાવી-ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન આરોપીએ સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
આ પણ વાંચો: LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો
સગીરા ગર્ભવતી હોવાની જાણ પરિવારને થઈ હતી, પરંતુ સામાજિક પ્રતિષ્ઠા અને ઈજ્જત જવાના ડરથી માતાએ શરૂઆતમાં કોઈને જાણ કરી નહોતી. જોકે, પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા એમ્બ્યુલન્સમાં જ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સગીરાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે તેની ફરિયાદ નોંધી હતી.
લાઘણજ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી જીગરજી ઠાકોર સામે બી.એન.એસ.ની કલમ 64(2)એમ,65(1),137(2) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.








