Get The App

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ 1 - image

- રવિ સિઝન અંતર્ગત ઘઉંની ખરીદીની સાથો સાથ

- ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ આપવા બાજરી-જુવારની ખરીદી પર પ્રતિ ક્વિ. 300 નું બોનસ ચુકવાશે

ભાવનગર : રાજ્યનાં પુરવઠા નિગમ લી. દ્વારા ઘઉંની ખરીદીની સાથો સાથ રવિ સિઝન ૨૬-૨૭ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની કરીદી પણ કરવામાં આવનાર છે. જેના ફોર્મ ૧-૪થી ભરાશે અને ખરીદી ૧-૫થી શરૂ કરાશે. જેમાં બાજરી-ુજવા પર પ્રતિ ક્વિ. ૩૦૦ બોનસ આપવાનું પણ ઠરાવાયું છે. 

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગસીઝન ૨૦૨૬-૨૭ માટે બાજરી રૂા. ૨૭૭૫ પ્રતિ ક્વિ. જુવાર-માલદંડી માટેરૂા. ૩૭૪૯ પ્રતિ ક્વી. જુવાર-હાઈબ્રીડ માટે રૂા. ૩૬૯૯ પ્રતિ ક્વી તથા મકાઈ માટે રૂા. ૨૪૦૦ પ્રતિ ક્વી લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહેવા પામે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂા. ૩૦૦ પ્રતિ ક્વિ. બોનસની ચુકવણી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી મારફતે કરવામાં આવેલ છે. નોંધણી - લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફેત ૧-૪ થી ૩૦-૪ સુધી કરવામાં આવશે. તેમ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તા. ૧-૫ થી ૧૫-૭ સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.