Get The App

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ 1 - image

અધિકારીઓની કાર્ય પધ્ધતિ સામે લોકોમાં આક્રોશ

પીગળી રહેલા ડામરમાં રાહદારીઓના ચંપલ અને ગાડીના ટાયરો ચોંટી જતા હોવાની વ્યાપક રાવ

બોટાદ -  આજથી ૪૫ દિવસ પહેલા બોટાદ શહેરના ગઢડા (સ્વા.)રોડથી હવેલી ચોક સુધીના ડામર રોડ પર ફરી વખત ડામર પાથરવામાં આવતા ત્યાંથી પસાર થવામાં રાહદારીઓને અને વાહનચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ કામમાં તંત્ર દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. 

બોટાદમાં વહિવટીતંત્ર દ્વારા તાજેતરમાં  શહેરના હાર્દસમા દિનદયાળ રોડ પર ડામર પાથરવામાં આવ્યો હતો. જે પ્રવર્તમાન અસહ્ય ગરમીના કારણે પીગળી રહ્યો હોય રાહદારીઓને અવરજવરમાં તેમજ વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે.આ રોડ પરથી છાસવારે વાહનો સ્લીપ થઈ જાય છે એટલુ જ નહિ રાહદારીઓ પણ ગબડી પડતા હોય છે એટલુ જ નહિ રાહદારીઓના ચંપલ અને ગાડીના ટાયરો પીગળી રહેલા ડામરમાં ચોંટી જાય છે. આ બારામાં ઉચ્ચ કક્ષાએ જાણ કરવા છતાં અધિકારીઓ દ્વારા બપોર સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.એટલુ જ નહિ સવારના આ બનાવ બાદ બપોર સુધી ભાજપના ચૂંટાયેલા એકપણ કોર્પોરેટર પણ સ્થળ પર દેખાયા ન હતા.ટેકનીકલ ભૂલના કારણે આ રસ્તા પર ફરીથી ડામર પાથરાયો હોવાની હકીકત સ્થાનિકોમાં ચર્ચાસ્પદ બનેલ છે.