Get The App

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ 1 - image


Mehsana Accident: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુરુવારે (બીજી એપ્રિલ) ગતરાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના બની હતી. કલ્યાણપુર નજીક રોડની બાજુમાં નિદ્રાધીન શ્રમિક પરિવારના બે માસૂમ બાળકો પર બેફામ જેસીબી ફરી વળતા બંનેના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, કડીના કલ્યાણપુર પાસે આવેલી શિવશક્તિ જીનીંગની સામેના માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. એક શ્રમિક પરિવાર દિવસભરની મજૂરી બાદ થાકીને રોડ નજીક સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં પૂરપાટ ઝડપે આવતા એક જેસીબીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જેસીબી સૂતેલા પરિવાર પર ચડાવી દીધું હતું.

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ 2 - image

આ પણ વાંચો: અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી

જેસીબીના તોતિંગ ટાયરો નીચે આવી જવાથી આ પરિવારના બે માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકોને બચાવવાની કોઈ તક મળી ન હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કાળમુખું જેસીબી માસૂમોનો ભોગ લઈ ચૂક્યું હતું.

ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી છે.