Gujarat

મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઇડલાઇન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે

By GS Team
16 Sep 20242 mins read
This article was originally published on 16 Sep 2024
TukuTouch Logo
નેશનલ મેડિકલ કમિશન દ્વારા પીજી મેડિકલમાં ક્લિનિકલ સબ્જેક્ટના રિસર્ચ-થીસીસની ગુણવત્તા સુધારવા માટે આ વર્ષે રિસર્ચ-થીસીસ સબમિશન મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે ક્લિનિકલ-પ્રેક્ટિકલમાં પણ વાયવા પરીક્ષા લેવાશે. રિસર્ચ થીસીસ-વાયવાના કુલ 20 માર્કસ હશે, જે પરીક્ષાના કુલ માર્કસના પાંચ ટકા રહેશે. એટલું જ નહીં, વાયવા હવેથી રાજ્ય બહારના પરીક્ષકો લેશે. જો કે કમિશન દ્વારા થીસીસ સબમિટ ન થયો હોય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાની છૂટ અપાઈ છે. એટલે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત નહીં રાખી શકાય, પરંતુ વિદ્યાર્થીએ પાછળથી રિસર્ચ થીસીસ સબમિટ કરવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઇડલાઇન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે

Medical Commission New Guidelines : નેશનલ મેડિકલ કમિશન દ્વારા પીજી મેડિકલમાં ક્લિનિકલ સબ્જેક્ટના રિસર્ચ-થીસીસની ગુણવત્તા સુધારવા માટે આ વર્ષે રિસર્ચ-થીસીસ સબમિશન મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે ક્લિનિકલ-પ્રેક્ટિકલમાં પણ વાયવા પરીક્ષા લેવાશે. રિસર્ચ થીસીસ-વાયવાના કુલ 20 માર્કસ હશે, જે પરીક્ષાના કુલ માર્કસના પાંચ ટકા રહેશે. એટલું જ નહીં, વાયવા હવેથી રાજ્ય બહારના પરીક્ષકો લેશે.

જો કે કમિશન દ્વારા થીસીસ સબમિટ ન થયો હોય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાની છૂટ અપાઈ છે. એટલે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત નહીં રાખી શકાય, પરંતુ વિદ્યાર્થીએ પાછળથી રિસર્ચ થીસીસ સબમિટ કરવો પડશે.

વાયવા-થીસીસના 20 માર્ક : જો થીસીસ સબમિટ ન થાય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી નહીં શકાય

નેશનલ મેડિકલ કમિશનના પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા તાજેતરમાં પીજી મેડિકલના અભ્યાસક્રમમાં રિસર્ચ થીસીસ-ડેઝર્ટેશન માટેની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. 2021ની બેચના વિદ્યાર્થીઓની હવે ફાઇનલ પરીક્ષા હોવાથી આ બેચના વિદ્યાર્થીઓ દ્વારા કમિશનને નવી ગાઇડલાઇન મુદ્દે સ્પષ્ટતા કરવા પણ રજૂઆત કરાઈ હતી. જેને લઈને કમિશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ક્લિનિકલ-પ્રેક્ટિકલ અને વાયવાના કુલ 20 માર્કસ ગણાશે અને જે પરીક્ષાના કુલ માર્કસના પાંચ ટકા હશે. અગાઉ નોન ક્લિનિકલ સબ્જેક્ટમાં રિસર્ચ-થીસીસ ફરજિયાત હતા પરંતુ હવે તે ક્લિનિકલ સબ્જેક્ટમાં લાગુ કરાયો છે. 

આ 20 માર્કસ ક્લિનિકલ-પ્રેક્ટિકલ પરીક્ષાના કુલ માર્કસમાં ગણાશે. નવી ગાઇડલાઇન મુજબ હવેથી યુનિવર્સિટીએ ડિઝર્ટેશન-થીસીસનું મૂલ્યાંકન રાજ્ય બહારના એક્ઝામીનર પાસેથી કરાવવાનું રહેશે અને રાજ્ય બહારના એક્ઝામીનર પાસેથી જ થીસીસનો વાયવા લેવાનો રહેશે. વિદ્યાર્થીએ કૉલેજના ડીન અને એચઓડી દ્વારા યુનિવર્સિટીમાં ડિઝર્ટેશન સબમિટ કરવાનો રહેશે.

પરંતુ જો એચઓડી પાસેથી થીસીસ-ડિઝર્ટેશન મળ્યાની એપ્રુવલ ન મળે તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી શકાશે નહીં. આ ઉપરાંત યુનિવર્સિટીની સૂચના મુજબ હવેથી માત્ર પીજી ટીચરની પણ રિસર્ચમાં સહી હશે તો માન્ય ગણાશે. 

કમિશને જણાવ્યું છે કે ગાઇડલાઇનમાં આ નવા ફેરફારથી થીસીસ સંબંધિત રિસર્ચ વર્કની ગુણવત્તા વધશે. મહત્ત્વનું છે કે અગાઉ વાયવા લેવાતી ન હતી પરંતુ હવેથી વાયવા પણ લેવાશે. માત્ર વિદ્યાર્થી યુનિવર્સિટીમાં થીસીસ સબમિટ કરી દેશે તો નહીં ચાલે. જેથી વિદ્યાર્થીએ રિસર્ચ-ડેઝર્ટેશનમાં વધુ મહેનત કરવી પડશે. આ ઉપરાંત કમિશને યુનિવર્સિટીઓના ડિસેમ્બર 2024 સુધીમાં ફાઇનલ એક્ઝામ લઈ લેવા માટે આદેશ કર્યો છે.